- વિભાગ : C
- 18 માર્ક
- બોર્ડના પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર : 38 થી 46 (પ્રત્યેકના 3 ગુણ )
- પ્રકરણ : 1, 3*, 6, 7*, 9*, 11
- 9 માંથી 6 પ્રશ્ન લખવાના
- [ નોટ:– *ચિહ્ન વાળા પ્રકરણ માં બે પ્રશ્ન પૂછાશે ]
પ્રકરણ-1 : રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો
(પ્રશ્ન નં. 38 )
1 . રેડોક્ષ પ્રક્રિયા કોને કહે છે ? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો.
2 . સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો.
3 . ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શુ.? બંને નો તફાવત આપો તથા ” શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રમ છે . ” સમજાવો.
4 . ખોરાપણુ એટલે શું ? ખોરાપણુ અટકાવવાના ઉપાયો જણાવો.
5 . વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી, કોઈ પણ બે પ્રક્રિયાના એક-એક ઉદાહરણ સમીકરણ
સાથે જણાવો :
પ્રકરણ-3 : ધાતુઓ અને અધાતુઓ
(પ્રશ્ન નં-39, 40)
1 . તફાવતના છ મુદ્દા આપો : ધાતુ તત્વો અને અધાતુ તત્વો
2 . મિશ્રધાતુ એટલે શું ? મિશ્રધાતુ બનાવવાના ફાયદા જણાવો તથા મિશ્રધાતુના ઉદાહરણ આપો :
3 . મેગ્નેશિયમ ક્લોરાઇડ (MgCl2) નું નિર્માણ ઇલેક્ટ્રોન ની આપ લે દ્વારા સમજાવો.
4 . ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો લખો.
5 . થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો.
6 . કોપર ધાતુના શુદ્ધિકરણ માટેની વિધુતવિભાજન ની રીત આકૃતિ દોરી સમજાવો :
પ્રકરણ-6 : નિયંત્રણ અને સંકલન
(પ્રશ્ન નં-41)
1 . લડવાની કે દોડવાની સ્થિતીમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે ? પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો.
2 . મનુષ્યનું અંતઃસ્ત્રાવના અસંતુલન થી સર્જાતી અનિયમિતતા | ખામીઓ સમજાવો.
3 . પરાવર્તી કમાન એટલે શું? કરોડરજ્જુની પરાવર્તીક્રિયા સમજાવો.
4 . ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો.
5 . વનસ્પતિ અંતઃસ્ત્રાવોના નામ અને તેની અસરો જણાવો.
પ્રકરણ-7 : સજીવો કેવી રીતે પ્રજનન કરે છે?
(પ્રશ્ન નં-42, 43)
1 . યૌવનારંભ એટલે શું ? યૌવનારંભ દરમિયાન જોવા મળતા લલૈંગિક પરિવર્તનો જણાવો.
2 . સ્ત્રીનું પ્રજનનતંત્ર આકૃતિ દોરી સમજાવો.
3 . અલિંગી પ્રજનન એટલે શું ? તેના પ્રકારો પૈકી કલિકાસર્જન અને બીજાણુનિર્માણ વિશે આકૃતિ સહ સમજાવો આપો.
4 . સ્ત્રીમાં ભ્રૂણનુ નિર્માણ કેવી રીતે થાય છે ? બાળકના જન્મ સુધીના તબક્કાઓ વર્ણવો.
5 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(a) માનવના શુક્રપિંડનું કાર્ય શું છે ?
(b) શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા જણાવો.
6 . ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો.
7 . વાનસ્પતિક પ્રજનન એટલે શું ? તેના કોઇ પણ બે ફાયદા જણાવો.
પ્રકરણ-9 : પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન
(પ્રશ્ન નં-44, 45)
1 લેન્સનો પાવર એટલે શું ? વિસ્તૃત સમજુતી આપો.
2 અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતાકેન્દ્ર C પર મૂકતાં મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો. પ્રતિબિંબ સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો.
3 . પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રકાશના વક્રીભવનના નિયમો લખો.
4 . બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબોના પ્રકારો, પરિમાણ અને સ્થાન જણાવો. તેની કિરણાકૃતિ દોરો (1 ) વસ્તુ 2F પર હોય (2) વસ્તુ F અને 2F ની વચ્ચે હોય
5 . કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતી દોરી સમજાવો.
6 . નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે, જણાવો તથા તે માટે યોગ્ય કારણ લખો.
(1) કારની હેડલાઇટ
(2) વાહનનો સાઈડનો અરીસો
(3) સોલર ભઠ્ઠી
7 . દાખલાઓ : ઉદાહરણ : 9.1, 9.2, 9.3, 9.4
સ્વાધ્યાય : 10, 11, 14, 15, 17
પ્રકરણ-11 : વિધુત
પ્રશ્ન નં(46)
1 વિધુતપ્રવાહની તાપીય અસર એટલે શું ? શા માટે ટોસ્ટર તથા વિધુત ઇસ્ત્રીની કૉઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા નિક્રોમ મિશ્ર ધાતુની બનાવવામા આવે છે ?
2 . અવરોધોના શ્રેણી-જોડાણ માટે સમતુલ્ય અવરોધ નું સૂત્ર તારવો.
3 . અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ નું સૂત્ર તારવો.
4 . વિધુતપ્રવાહની તાપીય અસરના વ્યાવહારિક ઉપયોગો ઉદાહરણ આપી સમજાવો.
5 . દાખલાઓ :– ઉદાહરણ : 11.5, 11.7, 11.8, 11.9, 11.10, 11.13
સ્વાધ્યાય : 6, 12, 13, 15, 16, 18